http://www.sandesh.com/article.aspx?newsid=3102409
આજે શીખવું અને ભણવું માત્ર પુસ્તક અને શાળા સુધી મર્યાદિત રહ્યું નથી. હવે મોબાઇલ એપ પણ તમારું ટ્યૂટર બની શકે છે.
SANDESH.COM
અંગ્રેજી શીખવાડશે આ મોબાઇલ એપ
|
Jul 23, 2015 19:02 | |
|
|
|
|
આજે શીખવું અને ભણવું માત્ર પુસ્તક અને શાળા સુધી મર્યાદિત રહ્યું નથી. હવે મોબાઇલ એપ પણ તમારું ટ્યૂટર બની શકે છે. ઇંગુરુ નામની મોબાઇલ એપ એક સારા અંગ્રેજીના શિક્ષકની ગરજ સારી શકે એમ છે. આ મોબાઇલ એપની મદદથી તમે કોઈ પણ સમયે ઇંગ્લિશ શીખી શકશો અને તે પણ એકદમ ફ્રીમાં.
એક વખત આ એપને ડાઉનલોડ કર્યા બાદ આના માટે ઇન્ટરનેટ કે વાઇફાઇ કનેક્શનની જરૂર રહેતી નથી. આ એપ બેંગાલુરુના એક સ્ટાર્ટ અપે લૉન્ચ કરી છે.
ગણેશ પટરાઈ કામની શોધમાં નેપાળથી મુંબઈ આવેલા, પરંતુ અહીંયા ઇંગ્લિશના જ્ઞાનના અભાવને કારણે તેમની મુશ્કેલીઓ વધી હતી. જ્યાં પણ કામ કરવું હોય ત્યાં ઇંગ્લિશ જરૂરી હતું.
ગણેશ જેવા અન્ય લોકોની પણ મુશ્કેલીનો ઉકેલ આ એપ દ્વારા મળી શક્યો છે. આ એપનો ઉપયોગ સરળ છે. તમે આસાનીથી અંગ્રેજી ભાષાનું જ્ઞાન વધારી શકો છો. આ એપ ઇંટરેક્ટિવ ગેમ્સ દ્વારા અંગ્રેજી શીખવે છે. ઇંગુરુને બનાવી છે બેંગાલુરુના સ્ટાર્ટઅપ કિંગ્સ લર્નિંગે. કિંગ્સ લર્નિંગના સ્થાપક તાહેમે કહ્યું છે કે માત્ર 2 મહિનામાં 70,000 લોકો આ એપ ડાઉનલોડ કરી ચૂક્યા છે.
વેંચર કેપિટલિસ્ટનું માનવું છે કે લેંગ્વેજ લર્નિંગ એપ જેવી ટેક્નોલોજી ભારતમાં શીખવા અને શીખવાડવાની પદ્ધતિમાં ધરખમ ફેરફાર કરી શકે છે. ઇંગુરુ લોન્ચ કરનાર સ્ટાર્ટ અપ કિંગ્સ લર્નિંગની ઇચ્છા આવનારા સમયમાં બીજી ભારતીય ભાષાઓની એપ ડાઉનલોડ કરી માર્કેટમાં ઉતારવાની છે.
|
|
No comments:
Post a Comment